અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદમાં ટ્રાફિકની કામગીરીની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમુક બાબતોને લઈને ટકોર પણ કરી હતી.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે બીઆરએસ અને એએમટીએસના બસ ડ્રાઇવરો પણ નિયોમોનું પાલન કરે તે એટલું જ જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ અને વાહનની રજિસ્ટ્રેશન પદ્ધપતિમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. હાઇકોર્ટે રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ બહાર ર્પાકિંગની વ્યવસ્થા હોવી જોઈએ તેવી ટકોર કરી હતી. આ ઉપરાંત શહેરના શાકભાજીની લારીવાળાઓને પણ મેનેજ કરવાની ટકોર કરી હતી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે શહેરના ચાર રસ્તાઓ પર રોકાયા વગર વાહનોની અવર-જવર ચાલુ રહેવી જોઈએ. આ માટે બીઆરટીએસ અને એએમટીએસના બસ ચાલકો પણ નિયોમું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે. સરકારી બિલ્ડિંગો અને સરકારી ઓફિસોમાં પણ ર્પાકિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. હાઇકોર્ટે આજની સુનાવણી દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર પડતા ભુવાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિશેષ ટકોર કરી હતી. એએમટીએસ તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે રસ્તાઓ પર પડતા ભુવાઓ માટે જૂની પાઈપલાઈન જવાબદાર છે. આ માટે ૈૈંં્ ગાંધીનગર અને ૈૈંં્ મુંબઈની ટીમને કામગીરી સોંપવામાં આવશે, જે પોતાનો રિપોર્ટ સોંપશે. સાથે જ કોર્ટે એએમસીને વિવિધ જગ્યાએ ર્પાકિંગની વ્યવસ્થા ઉભી કરવાનો પણ આદેશ આપ્યો હતો. એએમસી તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, હાલમાં ૨૫ જગ્યાએ આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાથે કોર્ટે આ અંગેનો રિપોર્ટ આવતી સુનાવણીમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. સ્કૂલો શરૂ થવાના તેમજ છૂટવાના સમયે રસ્તા પર થતાં ચક્કાજામ અંગે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસને ટકોર કરતા જણાવ્યું હતું કે, આ સમસ્યાનો અંત લાવવામાં આવે. જરૂર પડે તો ટ્રાફિક પોલીસ સ્કૂલના સંચાલકો સાથે પણ વાતચીત કરે.