ગાંધીનગરમાં પોલીસ આવાસ નિગમ વડી કચેરીનું વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

1078

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં સેકટર-૧૦-બી માં ર૯૩૮ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમની વડી કચેરીનું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.આ સમયે તેમણે પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતા સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો- કચેરીઓ-આવાસોના નિર્માણની નેમ વ્યકત કરીને નવા બંધાનારા ભવનોમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ-સોલાર એનર્જી-વોટર મેનેજમેન્ટ કન્સેપ્ટનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું કે, કઠીન પરિસ્થિતિમાં કાર્ય કરતા પોલીસકર્મીઓને કામકાજના સ્થળે અને વિરામ દરમિયાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળી કચેરીઓ-આવાસો પોલીસ આવાસ નિગમ નિર્માણ કરે છે તે અભિનંદનીય છે, સાથે પોલીસ આવાસ નિગમ રાજ્યમાં ગુણવત્તાયુકત, ઝડપી અને ટાઇમ બાઉન્ડ આવાસ-કચેરીઓના બાંધકામમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે.પ્રવર્તમાન પોલીસ લાઇનોના મકાનોની મરામત દુરસ્તી હાથ ધરવા પણ નિગમને જણાવ્યું હતું. ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના ૩૬૮પ૬ રહેણાંક મકાનોનું બાંધકામ રૂ. ર૧રર કરોડના અંદાજીત ખર્ચે હાથ ધરાયુ છે તેમાંના ૩પ૧૩૪ મકાનો સરકારને વપરાશ હેતુ સુપરત કરી દેવાયા છે.  નિગમે ર૯૪૮ બિનરહેણાંક મકાનો રૂ. ૧૪૦૬ કરોડના ખર્ચે બાંધવાનું કામ હાથ ધરીને ૧૬૦૦ આવાસો વપરાશ માટે સોંપી દીધા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવીન કચેરી રૂ. ૮૦ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણાધીન છે. તેમ જ નિગમે છઝ્રમ્ ભવન, હોમગાર્ડ ભવન, નશાબંધી ભવન, જેલ ભવન તેમજ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરના નિર્માણ પ્રોજેકટસ પણ હાથ ધરેલા છે. નિગમ દ્વારા વન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હોર્ટિકલ્ચર વિભાગ, પાઠય પુસ્તકમંડળ, ઘેટાં ઊન વિકાસ નિગમ વગેરેના બાંધકામો પણ હાથ ધરાયાં છે.આ અવસરે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ અવસરે રાજ્યમાં પોલીસ કર્મીઓને બે રૂમ રસોડાના સંપૂર્ણ સુવિધા સજ્જ મકાનો આપવાની સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. ગૃહ વિભાગ માટે રૂ. પપ૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. જેમાં થી નવા બનનારા આવાસોમાં પીએસઆઈ માટે ત્રણ રુમનું અને કોન્સટેબલ્સ સ્ટાફ માટે બે રુમરસોડાવાળાં મકાન આપવામાં આવનાર છે.

Previous articleરાજ્યમાં અલગ-અલગ ચાર સ્થળે ભૂકંપના આંચકા
Next articleનવરાત્રિમાં વેકેશનને લઇને હવે નવો વિવાદ સપાટી પર