પાલીતાણાના હવામહેલમાં જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમે ફિલ્મનું શુટીંગ કર્યુ

3563

પાલીતાણા શહેરમાં આવેલ હવામહેલ ખાતે રો ફિલ્મના શુટીંગ માટે ફિલ્મી કલાકાર જેકી શ્રોફ અને જોન અબ્રાહમ પહેલા પીપરલા ગામે એક ફિલ્મનો શોટ બાદ પાલીતાણા હવામહેલ ખાતે સવારે ૧૦ કલાકે આવી પહોંચ્યા હતા અને રો ફિલ્મનું શુટીંગ પાલીતાણા હવામહેલ ખાતે ચાલુ કરાયું હતું. આ વાત પાલીતાણા શહેરમાં ફેલાતા ગ્રામજનો હવામહેલ ખાતે ફિલ્મી કલાકારોને જોવા માટે એકઠા થયા હતા. બપોર બાદ જેકી શ્રોફનો રોલ પાલીતાણામાં પૂર્ણ થતા જેકી શ્રોફ રાજકોટ જવા માટે નિકળી ગયા હતા અને જોન અબ્રાહમનું શુટીંગ બાકી હોવાથી જોન અબ્રાહમ મોડી સાંજ સુધી હવામહેલમાં શુટીંગ કર્યું હતું અને રાત્રે જોન અબ્રાહમ પણ રાજકોટ જવા માટે નિકળી ગયા હતા. આ ફિલ્મ સ્ટારોને જોવા માટે પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગામોના લોકો પણ પાલીતાણા હવામહેલ ખાતે દોડી આવ્યા હતા અને હવામહેલની આજુબાજુના લોકોએ પોતાની અગાસી પર જઈને આ ફિલ્મસ્ટારોને જોવા માટે કલાકો સુધી અગાસીમાં હાજર રહ્યાં હતા.

Previous articleઅમર ગાયક મોહંમદ રફી સાહેબની ૩૮મી પુષ્પતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ
Next articleભાવનગર જિ. પં.માં કારોબારી સહિત ચેરમેનોની નિમણુક કરાઈ