શહેરના સંત કંવરરામ ચોકમાં વિજપોલ પર એક રાષ્ટ્રીય પક્ષી ઢેલને વિજ શોક લાગતા ઈજાગ્રસ્ત હાલતે વન વિભાગની કચેરી ખાતે મોકલવામાં આવી હતી. આજરોજ ઢળતી સાંજે શહેરના સંત કંવરરામ ચોકમાં આવેલ એક વિશાળ વૃક્ષ પર બેઠેલી અને જેને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી ઢેલ પક્ષી વૃક્ષ પરથી વિજપોલ પર બેસવા જતા શોક સર્કિટ સર્જાતા વિજ શોકના ઝટકાને લઈને ઢેલ નીચે પટકાઈ હતી. ટ્રાફીકની ભારે અવરજવરથી ભરચક વિસ્તારમાં ઢેલ પટકાતા રાહદારીઓએ ઢેલને રોડ પરથી ઉઠાવી એક સાઈડમાં સુરક્ષીત મુકી હતી અને એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કરતા હેલ્પલાઈનએ જણાવેલ કે આ રાષ્ટ્રીય પક્ષી છે જેની સારવાર વન વિભાગ સિવાય કોઈ કરી ન શકે આથી વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીએ સમગ્ર બનાવની ગંભીરતાની નોંધ લીધી ન હતી અને રેસ્ક્યુ કરવા માટે વોલેન્ટીયરને મોકલી આપ્યા હતા. બે યુવાનોએ ઢેલને બાઈક પર લઈ વિક્ટોરીયા પાર્ક ખાતે આવેલ એનીમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં વેટરનરી ડોક્ટરે ઢેલની સારવાર કરી ભયમુક્ત કરી હતી. આ ઢેલને પગના ભાગે ઈજા થવા પામી હતી. અત્રે મુળ વાત એ છે કે આવી ગંભીર બાબતને લઈને શહેરની જનતા જાગૃત છે પરંતુ આળસુ વન વિભાગના અધિકારીઓને તસ્દી લેવામાં ભોઠપ અનુભવી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે.