ભાવનગર જિ. પં.માં કારોબારી સહિત ચેરમેનોની નિમણુક કરાઈ

1604

ભાવનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા ઝુંટવી લીધા બાદ ભાજપ દ્વારા કારોબારી સમિતિ સહિતની પેટા સમિતિના ચેરમેનની વરણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેનની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ભરતભાઈ હડીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ વકતુબેન, બી.કે.ગોહિલ, પેથાભાઈ આહિર સહિતના સભ્યોત થા ભાજપના આગેવાનોએ ભરતભાઈ હડીયાને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતની બાંધકામ, જાહેર આરોગ્ય, શિક્ષણ સહિતના પેટા સમિતિની બેઠકમાં પણ ચેરમેનની વરણી કરવામાં આવી હતી.

Previous articleપાલીતાણાના હવામહેલમાં જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમે ફિલ્મનું શુટીંગ કર્યુ
Next articleખરીફ મોલાતને વરસાદની તાતી જરૂર