શહેરના વિજયરાજનગરના એપાર્ટમેન્ટની અગાસીમાં જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા

1890

શહેરના વિજયરાજનગર પંચરત્ન એપાર્ટમેન્ટની અગાસીમાં તીન પત્તની જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને આર.આર.સેલની ટીમે રેડ કરી ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રેન્જ આઈ.જી. એન.એન.કોમારની સુચના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સેટબલ ગંભીરસિંહ ચુડાસમા,  અરવિંદ પરમાર, કેતન બારૈયા સહિતના સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમિયાન પૂર્વ બાતમી આધારે શહેરના વિજયરાજનગર પંચરત્ન એપારમેન્ટની અગાસીમાં તીન પત્તીનો જુગાર રમતા ધનજી કાનજીભાઈ વાજા,રે. તળાજા રોડ, ભૂપત કાળુભાઈ મકવાણા રે સિંધુનગર સમશાન પાસે, મહિપાલ ઉર્ફે લાલો માનસિંગભાઈ મોરી રે વરતેજવાળાને રોકડ રૂપીયા ૨૩,૨૫૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Previous articleમનપા બોર્ડમાં કોંગી સભ્યોએ એજન્ડા ફાડી વોકઆઉટ કર્યો
Next articleકોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ર્પાકિંગ નહીં તો મંજૂરી નહીં