સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું

1718

શૈક્ષણિક વર્ષમાં ૧૧૬ દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર ૧૩૧ દિવસનું

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી ગય અંત. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ૧૦ થી ૧૭ ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે ૫થી ૧૮ નવેમ્બર સુધી એટલે કે, ૧૪ દિવસનું દિવાળી વેકેશન રહેશે.
રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.૧૦ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૧ જૂનથી ૩૧ મે સુધીનુ શૈક્ષણિક વર્ષ હોય છે. આ વખતે ઉનાળુ વેકેશન મોડુ ખુલતા ૧૧ જૂનથી શરૃ થયેલ શૈક્ષણિક વર્ષમાં ૧૧૬ દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર ૧૩૧ દિવસનું રાખવામાં આવ્યુ છે. જેમાં ૫ નવેમ્બરથી ૨૧ દિવસનુ દિવાળી વેકેશન આપવામાં આવેલુ છે. જેથી દિવાળી વેકેશનના ૫ દિવસ પહેલા અને પછીના ૫ દિવસમાં વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજરી ઓછી વર્તાતી હોય છે. જેથી ૫ દિવસ વહેલા પરીક્ષા પૂર્ણ કરવાના આયોજન અન્વયે ૧૯ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન ધો.૯ થી ૧૨ની પ્રથમ સત્રની વાર્ષિક પરીક્ષાઓ ગોઠવવામાં આવી છ, જે દર વર્ષે ગોઠવવામાં આવે છે. હવે આ પ્રકારના માહોલ વચ્ચે નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ વેકેશનનો નિર્ણય પરત ખેંચવામાં ન આવે તો, ધો.૯ થી ૧૨ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડે, અને જો પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવશે તો તેની વિદ્યાર્થીઓના પરિણામ ઉપર માઠી અસર વર્તાશે.

Previous articleપડવા પાવર પ્રોજેકટ કંપની સામે પાંચ ગામના લોકોની ભારે નારાજગી
Next articleગુજરાત હજ કમિટી મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાતે