ગાંધીનગર રાજપૂત સમાજ દ્વારા દ્વારા લગ્નોત્સુક યુવક યુવતિઓ માટે જીવન સાથી પસંદગી મેળાનુ આયોજન કરાયુ હતુ. જેમાં ૯૯ યુવક અને ૭૮ યુવતિઓએ ભાગ લીધો હતો.
યુવક યુવતિઓએ સ્ટેજ ઉપર જઇને પોતાનો પરિચય આપ્યો હતો. જ્યારે જીવનસાથી કેવો હોવો જોઇએ વિષય પર સમાજના મોભીઓએ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાંં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.