ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ મિશન વિધા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સરઢવ ગામની આદર્શ કુમાર પ્રાથિમક શાળાની મુલાકાત લીઘી હતી.
ગાંધીનગર જિલ્લાના કલેકટર એસ.કે.લાંગા એક શિક્ષકની જેમ સમયસર શાળામાં પહોંચી ગયા હતા. શાળાના આચાર્ય વિજયભાઇ પાસે શાળાની જરૂરી માહિતી મેળવી હતી. ત્યારબાદ કલાસ શરૂ થતાં ધોરણ- ૬ ના વર્ગખંડમાં ગયા હતા. ત્યાં જઇ કલેકટરએ સૌ પ્રથમ કલાસના વિધાર્થીઓને પોતાની ઓળખ આપી હતી. તમામ વિધાર્થીઓના નામ જાણયા હતા. કલેકટર એસ.કે.લાંગા શિક્ષકની જેમ બાળકો સાથે બેસી ગયા હતા. તેમને નામ દઇ બોલાવી તેમને મોટા થઇ શું બનવું છે, તેવા કલેકટરના પ્રશ્નના જવાબમાં મોટા ભાગના વિધાર્થીઓએ ર્ડાકટર બનવાની ઇચ્છા વ્યકત કરી હતી. આ જાણી તેઓ આનંદિત થયા હતા. કલેકટરે ખૂબ જ સરળતાથી અને એક શિક્ષકની જેમ ગણન, લેખન અને વાંચન કરાવ્યું હતું. તે ઉપરાંત તમામ બાળકો પાસે ધડિયા પણ ઉભા કરીને બોલાવ્યા હતા. એક વિધાર્થીને વાંચનમાં તકલીફ હોય તેવું લાગતા કલેકટરે તેને નજીક બોલાવ્યો હતો. તેની પાસે એક પુસ્તકના પાનાનું વાંચન કરાવી તેને આંખની તકલીફ તો નથી ને. તેની પણ ચકાસણી કરી હતી. કલેકટરએ શાળાના શિક્ષકોને જણાવ્યું હતું કે, સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં તેજસ્વીતાના ગુણો હોય છે, તેને પારખી અને બાળકની પ્રતિભાને જાણીને શિક્ષણ આપવું અને તેનાથી થતાં ફાયદાઓની વાત કરી હતી.
શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકોએ બાળકોને મજા પડે તેમ અને વધુ સરળ ભાષામાં વિષયનું જ્ઞાન આપવાઅને શિક્ષણ પધ્ધતિમાં બદલાવ લાવવા ખાસ ભારપુર્વક જણાવ્યું હતું.