ગુજરાતના અમરેલીમાંથી ચૂંટાઈ આવેલા વિધાનસભ્ય પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે ચૂંટી કાઢ્યા બાદ ધાનાણી પોતાના આગવા અંદાજમાં સરકારની ટીકા કરતા રહે છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુરતની દુષ્કર્મ પીડિતા અને નલિયાકંડને લઇ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તીખા શબ્દોમાં સરકાર સામે બાયો ચઢાવી છે અને કહ્યું છે કે, કચ્છનાં નલિયાકાંડ જેવી ઘટનાથી ગુજરાતી તરીકે મારૂ માથું ઝૂક્યું છે. સત્તાધારી પક્ષ ભાજપ દુષ્કર્મના આરોપીઓને છાવરી રહી છે અને પીડિતોને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો. ત્યાં જ ગુજરાતમાં દર હજારે મહિલાઓની સંખ્યામાં પણ આશ્ચર્યજનક રીતે ઘટાડો થઇ રહ્યો છે. આ સાતે જ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી પર પણ આકરા પ્રહારો કર્યા હતાં.
પરેશ ધાનાણીએ ઝ્રસ્ વિજય રૂપાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે, ઝ્રસ્ની ઉપસ્થિતિમાં ૩ વર્ષથી સુરક્ષા સમિતિની કોઇ બેઠક મળી નથી. ૨ વર્ષમાં રાજ્યમાં ૧૮૮૭ બળાત્કારની ઘટનાઓ બની છે. દર ૨ દિવસે રાજ્યમાં બળાત્કારની ૫ ઘટનાઓ બને છે, નલિયાકાંડ અને સુરતની યુવતીનું શોષણ સરકારની ચાલ છે. સરકાર આરોપીઓને છાવરી રહી છે. ત્યાં જ ધાનાણીએ કચ્છના નલિયાકાંડને યાદ અપાવતા કહ્યું કે, નલિયાકાંડનું ષડયંત્ર એક વર્ષથી ચાલતુ હતું, ૩૫થી વધુ યુવતીઓનું શોષણ થયું છે. સરકારે આ અંગે કોઇ યોગ્ય પગલા લીધા નથી.