ભારતની હજ કમિટીઓમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલી ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરીએ મુખ્યમંત્રીશ્રી વીજયભાઈ રુપાણી નુ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ અને ગુજરાત હજ કમિટીના સક્રિય ડિરેક્ટર સૈયદ રફીકબાપુ લીમડાવાલા એ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી ને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે કલામ અને આદરણીય વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે ની આત્મીય મુલાકાતો અને સંવાદ આધારિત પુસ્તક “પરાત્પર” અને પવિત્ર મંદીના શરીફ ની તબરરૂક(પ્રસાદી) ગુલાબ નુ અત્તર અને વિશ્વ પ્રસિદ્ધ અજમેર શરીફ સ્થિત ભારતના મહાન સૂફી સંત અને કૌમી એકતા સદભાવના ની ઝગમગતી જ્યોત સરકાર ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ ની ” ચિશ્તીયા ચાદર ભેટ કરી હતી. આ પ્રસંગે હજ કમિટીના સભ્યો યુનુસ ભાઈ મહેતર, યુનુસભાઈ સલાટ, સાહેબખાં પઠાન, શબ્બીરભા હમિડાણિ, યાસીનભાઈ ઉપસ્થિત રહી સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યમાંથી જતા ૬૭૦૦ હજયાત્રીઓને હજ યાત્રા ની શુભકામના પાઠવી સદભાવના વ્યક્ત કરી હતી.