૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોઈ સેવાભાવી વ્યક્તિએ ફોન કરેલ કે ટાણા ચોકડીએ એક બહેન ગભરાયેલી હાલતમાં ળી આવેલ છે.
૧૮૧ મહિલા હેલ્પલાઈન તે સ્થળે પહોચીને બહેનનું કાઉન્સેલીંગ કરેલ અને ઘરનું સરનામું જાણવા પ્રયત્ન કરેલ પરંતુ બહેનની માનસીક સ્થિતી બરાબર ન હોવાથી તે બહેનના ઘરનું સરનામું ન મળેલ હોવાથી તે બહેનની સુરક્ષા માટે સેવાભાવી સંસ્થામાં મુકેલ ત્યારબાદ બીજા દિવસે ૧૮૧ના કાઉન્સેલર પ્રિયંકાબેન જોષી તથા કોન્સ્ટેબલ ઉશાબેન દવે અને સોહિલભાઈ પરમાર તે સંસ્થામાં જઈને તે બહેનનું કાઉન્સેલીંગ કરીને ખૂબજ પ્રેમથી તેના ઘરનું સરનામુ યાદ કરવા કહેલ તેના પતિનું અને ઘરના સદસ્યોનું નામ પુછેલ અને તે ઉપરથી તે બહેનનું ઘર ગોતીને તેના પતિને રૂબરૂમાં સોપેલ.