ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલાઓ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર જીલ્લો એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, જિલ્લાના મતદારો પણ કોંગ્રેસમય હોવા છતાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારને અણધારી ભારે મ્હાત આપીને સૌને ચોંકાવી દીધા છે. ત્યારે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. રાંધેજા ખાતેની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં અગાઉ અપક્ષ તરીકે જશુજી દરબાર તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તે બાદમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કર્યા બાદ પોતે જલવંત વિજયી થયેલ અને તેમણે તાલુકા સદસ્ય તરીકે રાજીનામું આપેલ જે રાજીનામુ આપતા તે જગ્યા માટેની પેટાચૂંટણી યોજાયેલ જેમાં ભાજપના જયરામ કાનાજી વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવારને ૧૪રર મતથી ભારે હાર આપી છે. જયારે કોંગ્રેસને ૭રપ મત જ મળ્યા છે. આમ કોંગ્રેસના ગઢમાં કાંગરા ખેરવ્યા હોય તેમ ર૧૪૭ ભાજપને મત મળ્યા છે અને કોંગ્રેસને ફકત ૭રપ મત મળતાં ૧૪ર૧ મતે જયરામ કાનાજી વાઘેલાની જીત નકકી થયેલ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જિલ્લા સદસ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બાફી નાખ્યું હતું અને ચૂંટણી વગર જ બિન ચૂંટણીએ ઉમેદવાર જિલ્લા સદસ્ય બન્યા હતા. તેમાં આ વખતે મેન્ડેન્ટ ભાવેશ દેસાઈને મળ્યો હતો પણ ટેલિફોનિક ગેમ રમ્યા હોવાની લોકમુખે ચર્ચાએ ભાવેશ દેસાઈને ટીકીટ મળી ન હતી. જેથી આ બાજી ભાજપ મારી ગઈ છે પણ ગમે તે હોય આમાં સેટીંગ ડોટ કોમ થયાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.