જાફરાબાદ તાલુકામાં પાક સહાય માટે ર૧ ટીમો દ્વારા કામગીરી શરૂ

1685

જાફરાબાદ તાલુકાને અતિવૃષ્ટિથી થયેલ ખેડૂતોનું પાક ધોવાણ બાબતે ભાજપ કોર કમિટીમાં સામેલ હીરાભાઈ સોલંકીની રજૂઆતને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ. તાલુકામાં ર૧ ટીમો જિલ્લામાંથી વિમા કંપનીના અધિકારી તેમજ તાલુકા જમીન વિસ્તરણ અધિકારીએ વઢેરા, રોહીસા, બલાણા, ચિત્રાસર, વડલી, કેરાળા, ભાડા, સોખડા, હેમાળ વિસ્તારમાં સર્વેની ઝડપથી કામગીરી શરૂ કરાઈ છે.

જિલ્લાનો અતિ પછાત તેવા જાફરાબાદ તાલુકામાં અતિવૃષ્ટિ જે કુલ મોસમનો એક સાથે ૩૬ ઈંચ ખાબકતા દરિયાકાંઠાના વઢેરા, બલાણા, રોહીસા, ધારાબંદર, ચિત્રાસર, ઘેસપુર, સોખડા, ભાડા, વડલી, કેરાળા જેવા ગામો પાણીના ધસમસતા પ્રવાહમાં તમામ ખેડૂતોનો મહામુલો પાક જેની બીજી વખત વાવણી થયેલ તે તમામ પાક તથા મહામુલી જમીનમાં મોટા મોટા નેરડા પાડી તમામ દરિયા ભેગુ કરી દેતા ખેડૂતો પાયમાલ થઈ ગયાથી માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા વઢેરા, બલાણા, રોહીસા અને અરબી સમુદ્રની ગોદમાં આખા તાલુકાનું પાણી આવતા આમથી દરિયાના પાણીની થપાટથી ધારાબંદર, વઢેરા બેટમાં ફેરવાઈ જતા ઘરે ઘરે જઈ ફુડ પેકેટ અનાજ સહિતની કીટોનું વિતરણ કરાયેલ તેમજ જીવન જરૂરીયાતની તમામ ચીજોનું સતત સાત દિવસ સુધી વિનામુલ્યે વિતરણ કરી માનવ સેવા બજાવેલ અને આવી ભયંકર પરિસ્થિતિમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિત પણ ફુડ પેકેટોની સેવા બજાવેલ. આવી અનહદ પરિસ્થિતિનો રાજ્યમંત્રી ફળદુને તાલુકાની પરિસ્થિતિ નજરે બતાવી અને તમામ ખેડૂતોનો પાક બાબતે સર્વે કરવા રજૂઆત તાત્કાલિક ધોરણે કરવા વહેલામાં વહેલી ખેડૂતોને પાક વિમા સહિત સહાય મળે તેવી કાર્યવાહીના ફળ સ્વરૂપે આજે જિલ્લામાંથી ર૧ ટીમોમાં વિવિધ તમામ ગામોમાં પાક ધોવાણ નુકશાનીના સર્વે માટે સંજય વત્સ તેમજ યુનિવર્સલ સોમ્યો, વિમા કંપનીના અધિકારીઓને સાથે રાખી વઢેરા, બલાણા, રોહીસા, વિસ્તારના તેમજ આખાય તાલુકામાં ઝડપથી પાક ધોવાણ સહાયની કામગીરી શરૂ કરાઈ. જેમાં આજે વઢેરા ગામે તાલુકા જમીન વિસ્તરણ અધિકારી હિતેશકુમાર જોશી ટીમના ગ્રામસેવક રાહુલભાઈ શેખવા તેમજ ત.ક. મંત્રી ગોંડલીયાભાઈને ઝડપી કામગીરીને સહાય આપવા ગામના સરપંચ કાનાભાઈ વાઘેલા, ઉપસરપંચ લખમણભાઈ બાંભણીયા, વઢેરા, રોહીસા મંડળીના પ્રમુખ જીણાભાઈ જગાભાઈ બાંભણીયા, ઉપપ્રમુખ ભીમજીભાઈ બાંભણીયા, તાલુકા સદસ્ય મસરીભાઈ, ગામ આગેવાનો મંગાભાઈ, હમીરભાઈ કોટડીયા તેમજ રોહીસા સરપંચ રોહીસા ખાતે પણ અધિકારીઓને મદદરૂપ થવા આગેવાનોએ જહેમત ઉઠાવેલ તેમજ ભાજપ સરકાર દ્વારા અમરેલી જિલ્લાને કપાસના વિમા પેટે રૂા.ર૧૮ કરોડ પણ મંજુર કરાવ્યાથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

Previous articleવિકટરમાં શાળાના બિલ્ડીંગના કામ વાંકે જ્ઞાતિની વાડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
Next articleબરવાળા તાલુકાની નવયુગ હાઇસ્કુલમાં ‘તમાકુ મુકત શાળા’ કાર્યક્રમનું આયોજન