સર.ટી. હોસ્પિટલમાંથી આધેડની મોતની છલાંગ

1611

શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલનાં પહેલા માળેથી આધેડે માનસિક બિમારીથી કંટાળી જઈ કુદકો મારી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્વા પામ્યુ હતું.

પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં વિદ્યાનગર ગાંધીકોલોનીમાં રહેતા કાન્તીભાઈ નાનજીભાઈ મારૂ રૂા.૪૪ છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતા હોય જેતા કારણે તેણે જાતેથી હાથ પર બ્લેડ મારી દેતાં સારવાર અર્થે સર ટી હોસ્પટલનાં પહેલા માળે આવેલ માનસિક રોગ વિબાગનાં વોર્ડમાં રખાયા હતા જ્યાં આજે બપોરના સુમારે કાન્તીભાઈએ પહેલા માળેથી નીચે કુદકો મારી દેતાં હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન આધેડનં મોત નીપજવા પામ્યુ હતું. બનાવ અંગે પોલીસે જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકોર્ટ માટે જગ્યા ફાળવાતા વકીલોનો વિજયોત્સવ
Next articleશહેરમાંથી પ્લાસ્ટીક પકડો : યુવરાજસિંહ