સિહોર પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુનામાં ફરાર અમદાવાદના શખ્સનો સિહોર પોલીસે ઘાંઘળી ચોકડી પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આજથી ૧૪ વર્ષ પહેલા સિહોર પો.સ્ટે. ખાતે ટ્રક ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આઈપીસી ૩૭૯, ૧૧૪ મુજબનો નાસતો ફરતો આરોપી રાકેશ વાસુદેવભાઈ મહેતા જાતે વાણીયા ઉ.વ.૪૦ રહે.અમદાવાદવાળાને સિહોર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ઘાંઘળી ચોકડીથી ઝડપી પાડવામાં આવેલ.
આ અંગે સિહોરના ઈન. પીઆઈ પી.આર. સોલંકી, એએસઆઈ હરેશભાઈ મહેતા, હે.કો. રાજભા ગોહિલ, તરૂણભાઈ બારોટ, રમેશભાઈ શેલાણા, હરપાલસિંહ ગોહિલ, જયરાજભાઈ સહિત જોડાયા હતા.