રાજ્ય સરકાર તથા આરોગ્ય તંત્ર સરકારી હોસ્પિટલોમાં તમામ પ્રકારની સારવાર વિનામુલ્યે આપવામાં આવતી હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ આ બાબત માત્રને માત્ર ભ્રામક પ્રચાર સિવાય કશુ જ નથી ગરિબી રેખાથી નિચે જીવન પસાર કરતા લોકો પાસેથી પણ સારવારના નામે લાખ્ખો રૂપીયા વસુલવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ગુજરાત સરકારે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય એવી સ્થિતીમાં ભોગ ગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકશે અને સારવાર પેટે થતા ખર્ચમાં રૂા.૫૦ હજાર સુધીની રકમ સરકાર આપશે આ ઉપરાંત ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારકો તથા માં અમૃતકાર્ડ ધારકો માટે પણ સારવારમાં અનેક પ્રકારની રાહત સાથો સાથ નાણાના અભાવે કોઈનો જીવન ગુમાવવો પડે એવી કોઈ જ કચાશ રાખવામાં નહી આવે તેવા બણગાઓ ફુંકે છે પરંતુ આ દાવાઓ તદ્દન પાટણ વિહોણા છે. સરકારી દવાખાનાઓમાં પણ ખાનગી હોસ્પિટલની માફક નાણા વસુલવામાં આવી રહ્યા છે.
સમગ્ર ઘટના અંગે વિગત એવા પ્રકારની છે કે શહેરના કુંભારવાડામાં આવેલ મોતીતળાવ વિસ્તારમાં રહેતા એન રીક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષમ કરતા સલીમભાઈ શેખનો ૧૭ વર્ષીય પૂત્ર શોએબ આજથી દોઢ માસ પૂર્વે ઘર પાસે બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા સાથે સર.ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ આ સગીરના પગમાં ગંભીર ઈજા હોય આથી ઓર્થો વિબાગના તબીબો એ ઓપરેશન કર્યુ હતું આ ઓપરેશન પૂર્વે દર્દીના સ્નેહીઓને ખર્ચ સંબંધી વાતચિત પણ કરી ન હતી અને તેઓ પાસે પણ સર્જીકલ સાધનો બહાર ખાનગી મેડીકલમાંથી મંગાવ્યા હતા ઓપરેશન થયા બાદ દર્દીના ડીસ્ચાર્જ સમયે સલીમભાઈને તબીબે રૂા.૨૫ હજારનું બિલ પકડાવી જણાવ્યું હતું કે આપ બી.પી.એલ. કાર્ડ ધારક છો આથી રૂા.૧૦ હજાર બાદ મળે છે અને રૂા.૧૫ હજારનું બીલ ચુકતે કરો ત્યારબાદ દર્દીને રજા આપીશું ૧૫ હજાર ચુકવ્યા સિવાય રજા નહી મળે આથી તે સલીમભાઈએ તબીબોને પુછ્યુ કે આ બીલ શેનુ છે જેમાં ઓર્થો સર્જન ડો. સાગરે જણાવ્યું કે સર્જરી સમયે જે દવાઓ સાધનો હોસ્પિટલ પાસે ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુ બહારથી મંગાવી પડે છે. જેનો ચાર્ટ પણ હોસ્પિટલમાં લગાવેલો છે કુલ ૨૦૭ આઈટમ એવી છે જે હોસ્પિટલ પાસે ઉપલબ્ધ નથી એ ચાર્જ વસુલવામાં આવે છે હવે સવાલ એ છે કે માં અમૃતમ કાર્ડ ધારક કે બી.પી.એલ. કાર્ડ ધારકને પણ જો આવો ચાર્જ ભરવો પડે તો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફર્ક શું ? આમ લાંબી લમણાજીક બાદ પણ તબીબો ટસના મસ ન થયા અને અંતે ગરીબ રીક્ષા ચાલકને રૂા.૧૫ હજાર ચુકવી પોતાના પુત્રને તબીબ માફીયાના સંકજામાંથી મુક્ત કરાવ્યો !