રાજુલા-મહુવા નેશનલ હાઈ-વેનું નવ નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્રએ મુકેલા યોગ્ય દિશા સુચક અને ચેતવણી બોર્ડ હટાવી લેવાતા અવાર-નવાર સર્જાય છે ગંભીર અકસ્માત જેને લઈને યોગ્ય બોર્ડ લગાવાની ઉઠી લોક માંગ
તાજેતરમાં જ સરકાર દ્વારા કરોડોના ખર્ચે ભાવનગર- વેરાવળ નેશનલ હાઈવે બનાવવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરો દ્વારા રોડ બનાવવાનું કાર્ય તો શરૂ કરવામાં આવ્યું છે પણ માર્ગ મકાન વિભાગ દ્વારા અહીં મુકવામાં આવેલ દિશા સુચક બોર્ડ લગાડવામાં આવેલ હતા તે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા હટાવીને તેની જગ્યાએ પોતાની જાહેરાત કરતા અને નસમજાય તેવી ઈંગ્લીસ ભાષામાં બોર્ડ મુકવામાં આવ્યા છે. તેમજ સોસીયલ મીડીયામાં ધુમ મચાવનાર જો બકાની કોપી કરતા રમુજી બોર્ડ લગાવવાના કારને અજાણ્યા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વાર યોગ્ય ચેતવણી બોર્ડ ન હોવાના લિધે ગંભીર અકસ્માતો સર્જાય છે. ત્યારે અહીં તાકીદે ગુજરાતી ભાષામાં દિશા સુચક બોર્ડ મુકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.