શહેરમાંથી પ્લાસ્ટીક પકડો : યુવરાજસિંહ

1580

ભાવનગર મહાનગર પાલિકા સ્ટે.કમિટી બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં કમિ.ગાંધી, નાય. કમિ.ગોવાણી વિગેરે હાજર રહ્યા હતા.

મળેલી બેઠકમાં ર૧ જેટલા ઠરાવો રજુ થયેલ જેમાં એક બે ઠરાવો વધુ ચર્ચા માટે પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા. મળેલી બેઠકમાં કારો.ના સભ્ય ધીરૂભાઈ ધામેલીયા, અનિલભાઈ ત્રિવેદી, રાજુભાઈ પંડયા, કુમાર શાહ, ઉષાબેન તલરેજીયા, કિર્તીબેન દાણીધારીયા, અલ્પેશ વોરાએ મોટા ભાગના ઠરાવો પર કેટલીક મહત્વપુર્ણ રજુઆતો કરી વહિવટી તંત્ર સામેની કાર્યવાહી મુદ્દે અસંતોષની લાગણી વ્યકત કરાય હતી. સભ્યોએ અનેકવિધ રજુઆતોમાં અનિલ ત્રિવેદીએ એવી વાત કરી હતીકે, આપણે સ્વચ્છતાના મુદ્દે બધા શહેરો કરતા પાછળ છીએ.

શામળદાસ કોલેજના રસ્તે પાઉચો વેચાતા અમે જોયા છે, મારી સાથે મહામંત્રી વનરાજસિંહ ગોહિલ પણ હતા. ચેરમેન યુવરાજસિંહે આ રજુઆતમાં સુર પુરાવતા કિધુ કે, પ્લાસ્ટિક પકડવાનું શરૂ કરો તો  ધીરૂભાઈ ધામેલીયાએ કિધુ કે, શહેરમાં હવે સ્વચ્છતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો, આ કામ હવેના સમયમાં દસ દનૈયાથી નો થાય કેન્દ્ર સરકાર કે, રાજય સરકાર પાસેથી જયાંથી કોર્પોરેશનને આ મુદ્દે નાણા મળે ત્યાંથી મેળવવાના સઘન પ્રયાસો શરૂ કરો અને કમિશ્નર ગાંધીએ એવો જવાબ દિધો કે, સરકારમાંથી આ ક્ષેત્રે રૂા.ર૯ કરો  જેવી રકમ મળવાની છે ૩૦ ટકા રકમ મારે સ્વભંડોળમાંથી મેળવવાની રહેશે.

સોલીડ વેસ્ટ અધિ. શુકલે કિધુ કે, પુરૂષ કામદારોની મોટી ઘટ છે, ઉષાબેન તલરેજીયા સિંધુ કેમ્પ, રસાલા ગલી, નવાપરામાં સફાઈ કામ માટે કામદારો મુકો ધીરૂભાઈએ એમ પણ કહ્યુ કે, ડીવાયડરો પણ હવે ટેકનોલોજી કામથી સાફ કરાવો, ધીરૂભાઈએ એવો પ્રશ્ન ઉઠાવ્યો કે, આ દસ દનૈયા શું છે, તંત્રે જવાબ દિધો કે, દસ દનૈયામાં અને ૧પ દિવસનું કામ પણ આપીએ છીએ જેને ૧ર૦૦ દિવસ થાય તેને હંગામી તરીકે ગણીએ છીએ અને જેના ર૪૦૦ દિવસ થયા હોય તેને કાયમી કરવાના પ્રયાસો કરીએ છીએ. ધામેલીયાએ તંત્ર સામે એવો પ્રશ્નો ઉઠાવ્યો કે, બેંક ખાતા ચાર્જની ચર્ચા સ્ટેન્ડીંગ કમિટી સુધી શા માટે લાવો છો અને તંત્ર જવા દેવામાં ગલ્લા-તલ્લા કર્યા. અનિલ ત્રિવેદીએ આવા પ્રશ્નમાં સુર પુરાવતા કિધુ કે, બેંક ખાતાનું આ શું છે, સંકલનનો અભાવ તો નથી તે ચેરમેને સવાલ અંગે વિચારને કિધુ કે, આવા જીણા-જીણા પ્રશ્નો શું કામ લાવો છો અમે લોકોની સરળતા માટે કામ કરીએ છીએ નહી કે પ્રશ્નને જટીલ બનાવો.

ચેરમેને તંત્રને એવી સલાહ દિધી કે મોંઘા ભાવે પાંજરા વસાવીએ છીએ આ પાંજરામાં ૮ થી ૧૦ ફુટના ઝાડો વાવો તો જ પીંજરાનો ભાવ પોસાય તેમ છે.  રાજુભાઈ પંડયાએ એવી ચર્ચા કરી કે, ૧૯ વર્ષથી સરદાર બાગનો મેન દરવાજો જશોનાથ ચોક પાસેનો કેવાય, મેન દરવાજો એ છે તેને શું કામ બંધ કરાવ્યો મે તંત્રને ૧૦ ફોનો કર્યા કોઈ ધ્યાન કેમ નથી દેતા, સફાઈ કામના કાર્યક્રમ માટે ૧૦ કરોડ જેવી રકમની માંગણી કરો. અનિલભાઈ ત્રિવેદીએ આરોગય તંત્ર સામે એવી ફરીયાદ કરી કે, વોર્ડ ઓફિસોમાં સફાઈ કામદારોની હાજરી હોતી નથી મે જાતે તપાસ કરી છે. અમારા વિસ્તારના લતામાં પાંચ વર્ષથી સફાઈ કામ કરતા તે કામ બંધ છે, આના માટે કોણ જવાબદાર અને ચેરમેને આ સવાલને બળ દેવાને બદલે ગાડી આડા પાટે ચડાવવા એમ કિધુ કે, હવે ઉભા ઝાડુથી કામ કરાવો કામદારના શ્વાસ પર અસર થાય છે. સરદારબાગ માંથી રાજવીની પ્રતિમાં તલવાર દસ વર્ષથી વહી ગઈ આવી વાત મ્યુ.ના સભાગૃહમાં ચર્ચએ સારૂ ન કેવાય એમ કહિને રાજુભાઈ પંડયાએ એવી વિગત જણાવી કે પીલ ગાર્ડનનો પ્રથમ દરવાજો કાલથી જ શરૂ કરો મેન ગેટ બંધ રહે તે ચલાવી લેવા જેવી બાબત નથી. સરદાર બાગ લોકો માટે છે, ૧પ કરોડનો ખર્ચ કર્યો જીવ બળે છે, લોકાપર્ણની વિધી થયા પછી આ ગાર્ડની આવી ફરીયાદો થાય તે શરમજનક બાબત છે. પંડયાની વાતને સમર્થન દેતા ધીરૂભાઈ ધામેલીયાએ કિધુ કે, આટલો મોટો ખર્ચ સરદાર બાગ પાછળ કર્યો અને આ દશા ફુંવારા બંંધ, લાઈટોની ફરીયાદો, કુમાર શાહે પણ આ પ્રશ્ને સુર પુરાવ્યો.

સીટી એન્જી.ચંદારાણાએ કિધુ કે લાઈટો ચોરાય જાય છે અને ધીરૂભાઈએ તંત્રને સાફ સાફ શબ્દોમાં જણાવી દિધ કે, આવી ચોરીઓ સામે પોલીસમાં એફઆઈઆર કરો બધુ બંધ થઈ જશે.આપણે લોક પ્રતિનિધિ તરીકે લોકોની સેવા કરવા બેઠા છીએ. વળી ઠીક-ઠીક પ્રશ્નો પુછતા અનિલભાઈ ત્રિવેદીએ તંત્રને એવો સવાલ કર્યો કે પૈસા વાપરવાના છે, કામ કાંઈ નહી. આમ તા.૩૧મી જુલાઈના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સાચા અર્થમાં શાસક પાર્ટીમાં રહીને પણ વિપક્ષની ભુમિકા પુરી પાડી હતી.

Previous articleસર.ટી. હોસ્પિટલમાંથી આધેડની મોતની છલાંગ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે