શહેરમાંથી એક નાની બાળાને ગોતીને સામાજીક મહિલા અગ્રણી કમિટી સભ્ય પ્રભાબેન પટેલ અને નગરસેવીકા ગીતાબેન બારૈયાએ તેના લાગતા વળગતા પરિવારને સોંપીને સેવાનું ઉમદા કામ કર્યુ હતુ.
કુંભારવાડા રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ પાસેથી એક પાંચ વર્ષનો બાળક મળતા આ બાળકને લઈને આ બંન્ને મહિલાઓ મિલચાલી અને જવાહર મેદાન ગુરૂ દ્વારા સુધી જઈને બાળકના અસલ માતા પિતાની શોધ કરી હતી અને જાણ થતા આ બાળકને દેવી પુજક વસવાટ કરતા લોકોને સોંપી હતી.
નગરસેવીકા ગીતાબેન બારૈયાએ જણાવ્યુ કે, આ બાળકના શિક્ષણ માટે બાલાશ્રમ પાસે રજુ કરતા કેટલીક જવાબદારી સંસ્થાએ લીધાનું કહેવાય છે. આમ બંન્ને મહિલા અગ્રણીઓના આ પ્રસંસનિય કાર્યને લોક આવકાર પણ મળી રહયો છે.