હૉલીવુડ એક્ટ્રેસ ગંગામાં ડૂબતાં માંડ બચી છે. આ વાત ચોંકાવનારી છે પરંતુ આ હકીકત છે. બન્યું કંઇક એવું કે હૉલીવુડ એક્ટ્રેસ ટેમી ડાયરેક્ટર અતુલ ગર્ગની ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ પિકૉક’નું બનારસમાં શુટિંગ કરી રહી હતી. ફિલ્મના એક મહત્વપૂર્ણ સીનનું શુટિંગ ગંગા નદીમાં કરવાનું હતુ.
ડાયરેક્ટર, કેમેરામેન અને સમગ્ર ટીમ આ સીનને ફિલ્માવવામાં વ્યસ્ત હતાં. ત્યારે નિર્માતા નિર્દેશક અતુલ ગર્ગને અહેસાસ થયો કે ટેમી પાણીમાં ડૂબી રહી છે અને તેને મદદની જરૂરિયાત છે. ડાયરેક્ટરની સહયોગી ટીમે તરત જ એક્શન લીધા અને હિરોઇનને પાણીમાં ડૂબતા બચાવી લીધી.