રાજુલા તાલુકાના છતડીયા ગામે જિલ્લાભરમાં સૌપ્રથમ માનવ સેવાર્થે વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા એમ્બ્યુલન્સના લાભાર્થે દાતાઓ તરફથી દાનની સરવાણીનો ધોધ ઉપરાંત ખ્યાતનામ દેવાતભાઈ ખવડ અને ભરતભાઈ બોરીચાનો લોકડાયરો યોજાયો હતો.
રાજુલા તાલુકાના છતડીયા ગામે જિલ્લાભરમાં સૌપ્રથમ માનવ સેવાર્થે તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા એમ્બ્યુલન્સ નવી વસાવવા કાર્ય આરંભાયું તો દાતાઓ તરફથી દાનની સરવાણીનો ધોધ વછુટ્યો. તદ્દઉપરાંત ખ્યાતનામ અને દેશ-વિદેશમાં જેના નામના ડંકા વાગે છે તેવા કાઠી સમાજના બે ધુરંધર લોકડાયરાના કલાકારો દેવાતભાઈ ખવડ અને નાગેશ્રીના ભરતભાઈ બોરીચાનો લોકડાયરાો યોજાયો પણ જ્ઞાતિ આગેવાનો, સંતો-મહંતો, વાવડી રૂખડાબાપુની જગ્યાના મહંત પૂ.બાબભાઈ બાપુ, દાન બાપુની જગ્યાના જીલુબાપુ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, કાઠી ક્ષત્રિય સમાજના મોભી વડ ભીમબાપુ બોરીચા, કાતર દરબાર દાદબાપુ વરૂ, શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, વડ સરપંચ અજયભાઈ ખુમાણ, ભાજપ ડેલીગેટ પ્રદેશ મનુભાઈ ધાખડા, કાનભાઈ ખુમાણ, મોટી વડાળ મહુવા વિરોધ પક્ષના નેતા મનુભાઈ ભીમભાઈ વાળા, ધીરૂભાઈ ધાખડા, દિલુભાઈ વરૂ હોટલ કોફીનુર, કનુભાઈ ધાખડા, અશ્વીનભાઈ ખુમાણ, પ્રતાપભાઈ મકવાણા, તાલુકા સદસ્ય ભુપતભાઈ બારૈયા અને વનરાજભાઈ વરૂ સહિત જનરલ સમાજના આગેવાનોની હાજરી રહેલ અને તમામ મહાનુભાવોએ સરપંચ વિરભદ્રભાઈ ડાભીયાની માનવસેવાનું જિલ્લામાં સરપંચ ગ્રામ પંચાયત દ્વારા સૌપ્રથમ કામગીરીને ખુબ ખુબ વધાવી સર્વોએ વિરભદ્રભાઈને મહંત બાબભાઈ બાપુએ સન્માન કરેલ.