માણસામાં ગાંધીનગર રોડથી પ્રવેશ કરી વિજાપુર રોડ પર બહાર નીકળતા સુધીમાં થોડા થોડા અંતરે રખડતા ઢોર જાણે કે સમગ્ર રોડ પર પોતાનો કબજો જમાવી દીધો હોય તેમ રાત જોવા મળે છે. જેના કારણે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ અને વાહનચાલકો ઇજાગ્રસ્ત બનવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ એસી ચેમ્બરમાં બેસતા પાલિકાના અધિકારીઓને પ્રજાના જાનમાલની જાણે કે કંઈ પડી જ ન હોય તેમ આ બાબતે ગંભીરતાપૂર્વક કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
માણસા શહેરના ગાંધીનગર રોડ અને વિજાપુર રોડ પર થોડા થોડા અંતરે રખડતા ઢોરો રોડ વચ્ચે અડ્ડો જમાવીને વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા છે. પશુઓનાં કારણે અક્સમાતો પણ વધી રહ્યા છે. ભૂતકાળમાં પશુઓનાં કારણે શહેરમાં બે વ્યક્તિઓના મોત થવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. પરંતુ પ્રજાજનોની રોજબરોજની આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને ફરીયાદો છતા સમસ્યા તરફ જોવાનો પણ સમય નથી. છેલ્લા દોઢથી બે વર્ષ અગાઉ પાલિકાએ કેટલી ગાયોને ઢોર ડબ્બામાં પૂરી પાંજરાપોળ મોકલી આપી સંતોષ માન્યો હતો. પરંતુ ત્યારથી આજ સુધી ફરીથી એક પણ વાર આવી કોઇ કાર્યવાહી કરવામાં નહીં. જેના કારણે ઢોર માલિકો પણ નઠોર બની પોતાના ઢોરને રસ્તે રઝળતા મૂકવામાં ખચકાતા નથી. માણસા જાગૃત નાગરિક પરિષદ દ્વારા હવે જો તંત્ર દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હા રખડતા ઢોરોને એકત્ર કરી અને પાલિકામાં છોડી મૂકી પાલિકાના દરવાજા બંધ કરી દેવામાં આવશે તેવું જાણવા મળેલ છે.
ખરેખર તો પ્રજાની આ સમસ્યાને ઉકેલવા માટે તંત્ર દ્વારા એક કમિટી હોવી જોઈએ. પરંતુ ચીફ ઓફિસર દ્વારા આવી કોઈ કમિટી બનાવવામાં આવી નથી. ઢોર પકડવા માટે કોઈ કર્મચારીઓની પણ ફાળવણી આ તારીખ સુધીમાં કરવામાં આવેલ નથી. ઢોરવાડાની પણ વ્યવસ્થા વિશે તંત્ર દ્વારા કઈ વિચારવામાં આવ્યું નથી. ભૂતકાળમાં આવા પકડાયેલા ઢોરોને સ્મશાનોમાં પૂરી દેવામાં આવતા હતા!
માણસામાં ગાંધીનગર રોડ થી પ્રવેશ કરી વિજાપુર રોડ એ બહાર નીકળતા સુધીમાં થોડા થોડા અંતરે રખડતા ઢોર અને ગાયો એ જાણે કે સમગ્ર રોડ પર પોતાનો કબજો જમાવી દીધો હોય તેમ બેસી ગયેલી જોવા મળે છે.