ગાંધીનગરથી વૈષ્ણૌદેવી સર્કલ વચ્ચે હાઇવે પર બિલાડીની ટોપની માફક ફુટી નીકળેલી હોટલોના સંચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ર્પાકિંગ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે. આ હોટલોમાં આવતા ગ્રાહકો દ્વારા આડેધડ રોડ પર ર્પાકિંગ કરવામાં આવતુ હતુ જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે હોટલ સંચાલકોને તાકિદ કરવામા આવી છે. હોટલ સંચાલકો ઉપરાંત હાઇવે પર આવેલા ગેરેજ અને ટી સ્ટોલના સંચાલકોને પણ ટ્રાફિક પોલીસે ઝપટમાં લીધા છે
છેલ્લા બે દિવસથી આ કાર્યવાહી હાથધરાવમા આવી રહી છે. પ્રથમ દિવસે ૧૭ અને બીજા દિવસે કુલ ૧૦ હોટલ, ગેરેજ અને ટી સંચાલકો સામે પ્રાથમિક કાર્યવાહી કરવામા આવી છે. જેમાં ૨૨ હોટલોનો સમાવેશ થાય છે.
ગાંધીનગરથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મોટી સંખ્યામાં હોટલો ખુલી છે. આ ઉપરાંત રોડની સાઇડમાં ઓટો ગેરેજ અને ટી સ્ટોલ પણ આવેલા છે. ખાસ કરીને અડાલજથી ખોરજ વૈષ્ણોદેવી સર્કલ સુધી હોટલોનો રાફડો ફાટયો છે. અહિ ખાસ કરીને રાત્રીના સમયે મેળાવડો જામ્યો હોય છે. જોકે, આ મેળાવડાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે. કેટલીક હોટલો સર્વિસ રોડને અડીને આવેલી છે. જ્યાં આવતા ગ્રાહકો વાહનોનું આડેધડ ર્પાકિંગ કરી રહ્યા છે. જેના કારણે સર્વિસરોડથી લઇ હાઇવે સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ગેરેજના સંચાલકો પણ આડેધડ ગેરેજની બહાર રોડ પર ગાડીઓ પાર્ક કરે છે. આ સ્થિતી તંત્રના ધ્યાનમાં આવી હતી.
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પરની હોટલો ખાતે ચેકિંગ કરવામા આવ્યુ હતું. જેમાં ધ્યાન પર આવ્યુ હતુ કે, ઉપરોક્ત હોટલો પર આડેધડ વાહન ર્પાકિંગ થઇ રહ્યા છે. મોટાભાગની હોટલના સંચાલકો દ્વારા વાહન ર્પાકિંગની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. તેઓએ આ માટેની જગ્યા જ ફાળવી નથી. જેના કારણે હોટલો પર આવતા વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી આ હાઇવે પર ટ્રાફિક વધી રહ્યો છે. આ સ્થિતીમાં આડેધડ વાહન ર્પાકિંગ લાંબી ટ્રાફિક સમસ્યા સર્જે છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગઇકાલે ૧૭ અને આજે બીજા દિવસે પાંચ મળી કુલ ૨૨ હોટલના સંચાલકોને ર્પાકિંગ મુદ્દે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇવે પર આવેલા ગેરેજના સંચાલકો અને ટી સ્ટોલના સંચાલકોને પણ ઝપટમાં લેવામાં આવ્યા છે.
આ મામલે જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જે.વ્યાસે જણાવ્યુકે, ર્પાકિંગ મુદ્દે જે હોટલના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે.