સમાજ હિતની શરતે રેશ્મા-વરુણનું હાર્દિકને સમર્થન

1127

હાર્દિક પટેલે પાટીદાર અનામત મુદ્દે ફરી એકવાર સરકાર સામે આંદોલન છેડવાની જાહેરાત કરી છે. આગામી ૨૫ ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલ ખાતે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હાર્દિકથી વિખૂટા પડીને ભાજપમાં જોડાયેલાં વરુણ પટેલ, રેશ્મા પટેલ અને ચિરાગ પટેલ સહિતના પૂર્વ પાસ કન્વીનરોએ પણ ફરી એકવાર સમાજ હિતની શરતે હાર્દિક પટેલ સાથે બેસીને પાટીદાર અનામત મુદ્દે સરકાર સામે આંદોલન કરવાની તૈયારી બતાવી છે.

હાર્દિકના ઉપવાસ આંદોલન મુદ્દે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું કોઈપણ રાજકીય પક્ષમાં હોઉં પણ એ પહેલાં એક પાટીદાર છું. પાટીદાર સમાજના હિતમાં અનામતની માંગ સાથે આજે પણ હું સરકાર સામે લડવા તૈયાર છું. ચિરાગ પટેલે જણાવ્યું કે, હાર્દિક સમાજના હિતમાં અનામત માટેની ફોર્મ્યુલા આપશે અને અગાઉની જેમ સમાજ સાથે કોઈ કપટ નહીં કરે તો હું જોડાઈશ. વરુણ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના હિત માટે હાર્દિક હોય કે કોઈપણ હોય હું દરેકની સાથે જોડાવા તૈયાર છું.

Previous articleફુડ તંત્ર આખરે જાગ્યું : કેટલીક જગ્યાએ દરોડા પાડી અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
Next articleયોગ ક્ષેત્રે અનેક સિધ્ધિઓ મેળવનાર હેતસ્વી સોમાણી ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બની