બરવાળા નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટરના પાણી ઘરમાં ઘુસ્યા

896
bvn11102017-5.jpg

બોટાદ જિલ્લાની બરવાળા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભુર્ગભ ગટરની સમસ્યાઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે શહેરમાં ઠેરઠેર ભુગર્ભ ગટરની ચેમ્બરો બ્લોક થઈ જાય છે.જેના કારણે ગટરના પાણી રસ્તા ઉપર તેમજ ઘરોમાં ઘુસી ગયાના અનેક બનાવો બનેલ છે પરંતુ તંત્ર ધ્વારા રહીશોના પ્રશ્નોનો ઉકેલ કરવામાં નહિ આવતા નગરજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયેલ છે.
બરવાળા નગરપાલિકામાં આવેલ રાવળશેરી વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી ભુગર્ભ ગટરની ચેમ્બરો બ્લોક થવાના કારણે ગટરનું ગંદુ પાણી ચેમ્બરોમાંથી બહાર નીકળી રસ્તાઓ ઉપર તેમજ આજુબાજુના ઘરોમાં ઘુસી જતા આ વિસ્તારના રહીશોની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે.આ અંગે રહીશો ધ્વારા તંત્રને વારંવાર રજુઆતો કરવામાં આવેલ છે પરંતુ હજુસુધી આ વિસ્તારના રહીશોના પ્રશ્નનો નિકાલ નહિ આવતા તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયેલ છે. બરવાળા નગરપાલિકા વિસ્તારની ભુગર્ભ ગટર યોજનાનું મેન્ટેનન્સ પાણી પુરવઠા બોર્ડ બરવાળા ધ્વારા કરવાનું હોય છે પરંતુ પાણી પુરવઠા બોર્ડ ધ્વારા ભુગર્ભ ગટર યોજનાનું મેન્ટેનન્સ કરવામાં નહિ આવતુ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે તેમ છતા તંત્ર ધ્વારા આવી ફરીયાદોના નિકાલ કરવામાં સતત નિષ્ફળ રહયુ હોવાથી શહેરીજનોમાં ભારે રોષ વ્યાપી ગયેલ છે.બરવાળાના રાવળશેરી વિસ્તારની ગટરની કામગીરી કરવા તેમજ પ્રશ્નોનો નિકાલ કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. 

Previous articleછતડીયા ગામે એમ્બ્યુલન્સના લાભાર્થે લોકડાયરામાં દાતાઓની દાનની સરવણી
Next articleકાટીકડા ગામે સીતારામ બાપુ આશ્રમે ત્રિ-દિવસીય મહાયજ્ઞનું આયોજન