યોગ ક્ષેત્રે અનેક ગોલ્ડ મેળવી ભારત અને ભાવનગરનું ગૌરવ વધારનાર હેતસ્વી સોમાણીને ગુજરાત રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. ઈન્ટરનેશનલ જોઈન્ટ સેક્રેટરી એન્ડ ટેકનીકલ કમિટી ઓફ વર્લ્ડ યોગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા હેતસ્વી સોમાણીને ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. આ સિધ્ધિ મળતા હેતસ્વી સોમાણીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું યોગ ક્ષેત્રે હજુ આપણા દેશ માટે અનેક ગોલ્ડ મેડલ મેળવી ભારત ોદેશનું નામ વધુ ઉંચુ લઈ જવા માંગુ છું. હું મારી તમામ કાબેલિયતને કામે લગાડી આ સ્વપ્ન સિધ્ધ કરીશ. મને મારા માતા-પિતા ઉપરાંત મારા પતિ તથા સાસુ-સસરા તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.