મહાપાલિકાએ જુલાઈમાં ૪.૬પ કરોડ વેરો વસુલ્યો

1359

ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા જુલાઈ માસમાં રૂા. ૪.૬પ કરોડનો વેરો મિલ્કત ધારકો પાસેથી વસુલ્યો છે.

ભાવનગર મહાપાલિકાના કમિશ્નર ગાંધીએ ઘરવેરા વિભાગના અધિકારીઓને બાકી વેરા મુદ્દે કડક અને ઝડપી કાર્યવાહી કરવા મુદ્દે તંત્રએ જોશોરથી કામગીરી હાથ ધરી છે. દરરોજ રૂા. ૩૦ લાખથી વધુની રકમ  ઘરવેરા પેટે વસુલવામાં આવી રહ્યા છે. તથા પ્રતિદિન ૪૦ થી પ૦ જેટલી મિલ્કતો સિલ કરવામાં આવી રહી છે. તંત્રએ લાંબા સમયથી સિલ કરેલ ૭ મિલ્કતો આગામી સપ્તાહમાં હરરાજી કરવામાં આવનાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું ૩૧ જુલાઈ માસમાં રૂા. ૪.૬પ કરોડનો વેરો વસુલવામાં આવ્યો હતો. ર૦૦ મિલ્કતોની હરરાજી માટે તંત્રએ તૈયારીઓ  હાથ ધરી છે.

Previous articleગુજરાતના હાજીઓની પ્રથમ ફલાઈટ અમદાવાદ એરપોર્ટથી રવાના : ધારાસભ્યોએ શુભેચ્છા પાઠવી
Next articleરેલ્વેના જીએમ ભાવ. ડિવીઝનની મુલાકાતે