મોબાઈલ કોર્ટમાં પ્રથમ દિવસે ૧૦૦ આસામી દંડાયા

2487

ભાવનગર મહાપાલિકા દ્વારા આજથી મોબાઈલ કોર્ટ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ૧૦૦ આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આજે મહાપાલિકા કચેરી ખાતેથી મોબાઈલ વાનનો પ્રારંભ કરાવાયો હતો.

ભાવનગર શહેરને ચોખ્ખુચણક બનાવવા ખાસ એક્શન પ્લાન અમલમાં મુક્યો છે. જેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તથા જ્યાં ત્યાં કચરો ફેંકતા આસામીઓ સામે કડક હાથે કામ લેવા આજથી હરતી ફરતી કોર્ટ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે આજરોજ મોબાઈલ કોર્ટ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજરોજ મોબાઈલ કોર્ટ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોર્ટ વાન દ્વારા શહેરની શાકમાર્કેટ તથા ગોળબજાર વિસ્તારમાં પ્રથમ દિવસે ૧૦૦ જેટલા આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં કચરાનો નિકાલ દુકાનમાં ડસ્ટબીન ન હોય પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ અગર વેચાણ સહિતના ગુના સબબ સ્થળ પર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ દિને રૂા.૧૩ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં કામગીરી તેજ બનાવાશે

આ મોબાઈલ કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ અજુ. મેજી. ર૦ સેનેટરી ઈન્સ્પેક્ટર, સી ડીવીઝન પોલીસ સહિતનો કાફલો હોય છે. આજથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હવે દરરોજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ મોબાઈલ વાન પેટ્રોલીંગ કરશે અને કોઈપણ ચમરબંધીની શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે.

– આર.જી. શુકલા, અધિકારી,  સોલીડ વેસ્ટ વિભાગ, બી.એમ.સી.

Previous articleરેલ સુવિધામાં ભાવનગરને અન્યાય શા માટે ?
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે