અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ પ્લાન્ટ સીએસઆરના માધ્યમથી ગામની સ્કુલમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ દરેક કન્યાઓને એક ફળદાર છોડ ઘર પર લગાવવા માટે આપવામાં આવે છે.
આ અભિયાન હેઠળ લોઠપુર હાઈસ્કુલને ગ્રીન સ્કુલ બનાવવા માટે યોજનાનું શુભારંભ કરવામાં આવ્યું. જે સંદર્ભે ગોપીકા તિવારી સી.ઓ.ઓ. અને ઈ.પી. તથા વરિષ્ઠ પદાધિકારી ભાનુકુમાર પરમાર, યોગેશ ભટ્ટ, વિવેક ખોસલાની ઉપસ્થિતિમાં સ્કુલ પરિષદમાં છોકરાઓને સાથે મળીને છોડ લગાડવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન છોડને પાણી પીવરાવવા માટે બોરવેલ પણ ખોલાવ્યું તથા છોકરાઓને પીવા માટે સિન્ટેક્સ ટાંકી, વોટર ફિલ્ટર વગેરેની વ્યવસ્થા કરવા માટેની સહમતી આપવામાં આવી. આ પ્રસંગે પર અધ્યક્ષા દયા તિવારીએ બાળકોને વૃક્ષના છોડને સુરક્ષિત રાખવા અને સારા અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યુ સાથે ક્લબની સચિવ રાજની શુકલા અને મલ્લીકા સદાનંદ, આરતી ખોસાલે, અવની ભટ્ટ, જ્યોતિ રાવલ, નૈના, પાર્વતી નેગી, ઈશા દેસાઈ, બાળકો અને બાલિકાઓની સાથે મળીને શાળામાં સકારાત્મક વાતાવરણનું સર્જન કરવા માટે ફળદાયી છોડ પ્રદાન કર્યું.
આ પ્રસંગે બાલિકા અને બાળકોએ રંગબેરંગી ઘટનાઓ અને ભજન વગેરે પ્રસ્તુત કર્યા. લોઠપુર હાઈસ્કુલના પ્રિન્સીપાલ નિશાત મકરાણી અને શિક્ષક ઉમેશ વરૂ, ગિરધર સાંખટએ કાર્યક્રમના આયોજન માટે અથાક પ્રયત્ન કર્યો. આ પ્રસંગે સીએસઆર ટીમના સદસ્ય રાજેન્દ્ર કુશવાહા, ઈશા દેસાઈ, રાહુલ ભટ્ટી, રાણિકભાઈ લાખણોત્રા પણ ઉપસ્થિત હતા.