આપણા ઋષિમુનીઓની વિચારધારા તેમજ આજના સમયમાં વૃક્ષોનું મહત્વ જોતા દરેક વ્યક્તિને એક વૃક્ષ ઉછેરવું જોઈએ. આ પરંપરા મુજબ જિલ્લાની સહકારી સંસ્થા ભાવનગર જિલ્લા સહકારી દૂઘ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સર્વોત્તમ ડેરી સાથે સંકળાયેલા ભાવનગર જિલ્લાની દૂધ મંડળીઓ દ્વારા એક લાખ વૃક્ષો વાવવામાં આવેલ. સર્વોત્તમ ડેરીએ ભાવનગર જિલ્લામાં શ્વેતક્રાંતિની સાથોસાથ એક નમુનેદાર કાર્ય કરીને પર્યાવરણ જાળવણીનું કામ કરેલ છે તેમજ સાથોસાથ આજરોજ તા.૩૧-૭-ર૦૧૮ના રોજ ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને નિયામક મંડળની મિટીંગ મળી. જેમાં ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને નિયામક મંડળની મિટીંગ મળી. જેમાં ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, નિયામક મંડળના સભ્ય માવજીભાઈ ભાલીયા, ચુનીભાઈ બારૈયા, ગીરજાશંકરભાઈ ધાંધલ્યા, રાણાભાઈ કળોતરા, દયારામભાઈ બારૈયા, રેખાબેન ડાંગર તેમજ મેનેજીંગ ડિરેક્ટર એચ.આર. જોશી તથા જો. મેનેજીંગ ડિરેક્ટર એમ.પી.પંડયાએ મળી વૃક્ષારોપણ કરેલ. સદર સંસ્થા દ્વારા ગઈકાલ દાણ ફેક્ટરી ખાતે તેમજ જિલ્લાની દરેક દૂધ મંડળીઓ થકી ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.