શહેરના સરદારનગર સિંધુનગર ખાતે આવેલ સંતસંગ ભવનમાં બહાર વૃક્ષોમાં આગનો બનાવ બનતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરદારનગર સિંધુનગર ખાતે સંતસંગ ભવનમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર સ્ટાફ દોડી જઈ તપાસ કરતાં ભવન બહાર વૃક્ષોમાં આગનું છમકલું થતાં પાણીનો છટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી.