એલ્કેસીલ લિમીટેડ, જે કેરીસીલ ગૃપ નું એક ભાગ છે, જે રેસીડેેન્સીયલ અને કોમર્ષિયલ કિચન એપ્લિકેશન્સ અને જર્મન તકનીક સાથે એન્જિનીયરીંગ પ્રોડક્ટસ ના ઉત્પાદન માંની એક છે.જે “કેરીસીલ” નામ હેઠળ ઉત્પાદનો નું માર્કેટીંગ કરે છે.
આ બ્રાન્ડ એ અમદાવાદ માં તેના ફ્લેગશીપ શોરૂમ ની શરૂઆત કરી છે જેમાં ટેકકેરીસીલ શ્રેણી મુકવામાં આવી છે.આ શોરૂમ નું ઉદ્ધાટન બોલીવુડ સેલીબ્રીટી ક્રીતી સેનન દ્રારા કરાયું આ શોરૂમ માં ખાસ રસોડા ના ઉત્પાદનો અને ઉપકરણો નું કલેક્શન મુકાયું છે.૧૦મી ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ શરૂ કરવામાં આવેલી આ ગેલેરી પ્રહલાદનગર ખાતે ખોલવામાં આવી છે અને ૩૦૦૦ ચોરસ ફૂટ માં ફેલાયેલ શહેર નું સૌથી વધું વૈભવી શોરૂમ છે.
લોન્ચ ઇવેન્ટ ૧૦મી ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ બપોરે ૧૨ વાગ્યે શરૂ થઇ હતી જેમાં બોલીવુડ સેલીબ્રીટી ક્રીતી સેનન ની સાથે એકરીસીલ લિમીટેડ ના એમડી ચીરાગ પારેખ હાજર રહ્યાં હતાં.ક્રીતી એ રસોડા માં ઉપકરણો ની સુવિધાઓ નું નિદર્શન કરીને લાઇવ રસોઇ પ્રદર્શન નું સંચાલન કર્યું અને નવી પ્રસ્તૃત ટેકકેરીસીલ શ્રેણી વિશે વાત કરી.
ગેલેરી લોન્ચ વિશે વાત કરતા કેરીસીલ ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ચીરાગ પારેખે જણાવ્યું કે “અમે હંમેશા અમારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ અનુભવ પૂરી પાડવાના પ્રયત્નો કર્યાં છે અને આ શોરૂમ તેની સાબીતી છે.ગ્રાહકો આવતાની સાથે ગુણવત્તા પર વિશ્વાસ કરી શકે છે જેના માટે અમે જાણીતા છીએ.ઉપરાંત,લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસ ની શ્રેણી ટેકકેરીસીલ ની સાથે અમે પ્રેક્ષકો ની વિશાળ મર્યાદા ને પૂરુ કરી શકીએ છીએ.”
ક્રીતી સેનને ઉમેર્યું કે “મે અત્યાર સુધી જોયેલા શોરૂમ માંથી આ શ્રેષ્ઠ છે.ડિસ્પલે કરવામાં આવેલા ઉત્પાદનો જબરદસ્ત છે. ટેકકેરીસીલ શ્રેણી પર રસોઇ કરતી વખતે ઉત્પાદનો નો અનુભવ એ ખૂબજ આનંદમય હતો.બધું સર્વોપરી છે, અને કામ કરવા માટે સરળ છે. ટેકકેરીસીલ એ યુરોપ માં ડીઝાઇન થયેલ વૈભવી કલેક્શન છે.આ રેન્જ ની કેટલીક હાઇલાઇટ્સ માં કોફી મેકર,વાઇન ચીલર,કોમ્બિનેશન ઓવન,વોલ માઉન્ટેડ અને આઇસલેન્ડ ચીમની.વિશિષ્ટ સ્ટાઇલીશ ટેકકેરીસીલ દેખાવ અને ગુણવત્તા એમ બન્ને રીતે સારા છે.બધા ઉત્પાદનો માં ઉચ્ચ ગુણવત્તા ની સાથે વિશિષ્ટાપૂર્વક,વિશ્વસનિયતા,વપરાશ ની સરળતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.
ટેકકેરીસીલ એ પ્રીમીયમ પ્રોડક્ટ છે જે ભવ્યતા અને આધુનિકતા ની સાથે સુંદર સામગ્રીઓ પ્રદાન કરે છે.કેરીસીલ ના સૌથી વિવિકપૂર્ણ ગ્રાહકો ને ધ્યાન માં રાખી ને આ શ્રેષ્ઠ ઉત્પાદનો રસોડા ને એક અનન્ય અને મહત્વકાંક્ષી રૂપ આપે છે.
બ્રાન્ડ નો હેતું ખરીદનાર માં માલીકી નો ગર્વ ઉભો કરવાનો છે.અને ભારતભર માં ૬૦ ગેલેરીઓ ધરાવે છે જે તેમના રસોડા ના સાધનો નું પ્રદર્શન કરે છે.
Home Uncategorized કેરોસીલ ફલેગશીપ શો-રૂમ અને ટેક કેરીસીલ રેન્જનું અમદાવાદમાં ક્રિતી સેનન દ્વારા ઉદ્દઘાટન