ભાવનગર જિલ્લાના સણોસરા ખાતેર હેતા એક એકસ, આર્મીમેનએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો.
સમગ્ર બનાવ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાના સણોસરા ગામના વતની અને હાલ સુરત કામરેજ ખાતે આવેલ જાનવી એપાર્ટમેન્ટમાં રહેતા સેનાના નિવૃત્ત જવાન પ્રશાંત ઉર્ફે પપ્પુ અનંતરાય પંડયા (ઉ.વ.૩૭)એ તેના ઘરે કોઈ અકળકારણોસર ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. મૃતક યુવાન ફરજમાંથી નિવૃત્ત થઈ હાલ સુરત જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો હતો આ યુવાને ત્રણેક માસ પુર્વે પત્ની સાથે અણ બનાવને લઈને કોર્ટમાં છુટાછેડા લીધા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાનને એક પુત્ર તથા પુત્રી સંતાનમાં છે જયારે તેના માતા-પિતા અને નાનો ભાઈ વતન સણોસરા ખાતેર હછે તેના પિતા પણ આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત થયા બાદ સણોસરામાં રહે છે. આ વિપ્ર યુવાને કયા કારણોસર આવું અ જુગતું પગલુ ભર્યુ તે સ્પષ્ટ થઈ શકયુ નથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ પત્ની સાથે છુટાછેડા થયા બાદ તે હતાશ રહેતો હોય લોકો સાથે કામ સિવાય વાતચિત કરવાનું પણ ટાળતો હતો. યુવાન પુત્રએ ભરેલા અઘટીત પગલાની જાણ વયોવૃધ્ધ માવતરને થતા તેઓ ભાંગી પડ્યા હતાં. અને ભારે હૈયે સુરત રવાના થયા હતા સમગ્ર બનાવ અંગે કામરેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.