અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા એક સપ્તાહથી ટ્રાફિક નિયમનના મુદ્દે પોલીસ એક્શનમાં આવી ગઇ છે. શહેરના મોલ મલ્ટિપ્લેક્ષ અને ભીડ વાળા વિસ્તારોમાં પોલીસ કડક હાથે કામ કરી રહી છે. આ બધાની વચ્ચે રાજયભરમાં પણ અમદાવાદ મોડલ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાય તેમજ તમામ નિયમોનુ કઇ રીતે ચોક્કસ પાલન કરવામાં આવે તે માટે સરકાર દ્વારા સંબધિત અઘિકારીઓને સુચનો આપી દેવાંમાં આવ્યા છે.
આજે ગાંધીનગરમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કઇ રીતે ટ્રાફિક નિયમન કરવામાં આવે તેમજ આગામી દિવસોમાં કયા સુધારા કે સૂચનો છે તે મુદ્દે આખી યાદી તૈયાર કરવામાં આવશે.
અમદાવાદ મોડલ પર રાજયભરમાં ટ્રાફિક અને ર્પાકિંગ વ્યવસ્થામાં ચોક્કસ પ્લાન કરવા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની મિટિંગ પણ યોજાનાર છે. ગઇ કાલે સરકાર દ્વારા ટ્રાફિક મુદ્દે તમામ અધિકારીઓને સુચનો પણ આપી દેવામાં આવ્યા છે. આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસને સુચનો આપી દેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના મુખ્ય શહેરોને આવરી લેવામાં આવ્યા છે.સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ૨૫ ઓગષ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ માટે પણ ચર્ચા થાય તેવી વિગતો પણ પ્રાપ્ત થઇ રહી છે.