ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેસ હાથ ધરેલ. તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.એ. જાડેજાએ તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયાને મળેલ હકિકત આધારે ભાવનગર જીલ્લા જેલમાં ખુન, લુંટ તથા ચોરીઓના ગુન્હામાં કાચા કામનો કેદી જગદીશભાઇ રાઘવભાઇ કંટારીયા ઉ.વ.૨૭ રહે. ભડભડીયા તા.જી. ભાવનગરવાળાને ઝડપી જીલ્લા જેલ ભાવનગર ખાતે પરત સોપી આપેલ છે. ભાવનગર જીલ્લામાં ૨૦૧૫ માં મહુવા તાબેના નેપ ગામે થયેલ ખુન કેસમાં તથા ઘોઘા તાબેના કુડા ગામે થયેલ લુંટ તથા ભાવનગર જીલ્લાના ઘોઘા, મહુવા, તળાજા વિગેરે ખાતેની ચોરીઓના ગુન્હામાં પકડાયેલ અને જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે હતો અને આરોપીના પેરોલ મંજુર થયેલ અને પેરોલ પુરા થાય આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત જીલ્લા જેલ હવાલે કરી દીધો હતો.