રક્ષાબંધનના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગાંધીનગરના બજારમાં બહેનો પોતાના ભાઇ માટે રાખડીઓ ખરીદતી જોવા મળી રહી છે. શહેરના સેકટર ૨૧, ૨૪, ૭ અને ઇન્ફોસિટી વિસ્તારમાં રાખડીની દુકાનો પર બહેનોની ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે રાખડીઓમાં ફેન્સી અને રજવાડી રાખડીઓની ખરીદી વધારે થઇ રહી છે
રક્ષાબંધનના તહેવાર નજીક છે, ત્યારે ગાંધીનગરના બજારમાં બહેનો પોતાના ભાઇ માટે રાખડીઓ ખરીદતી જોવા મળી રહી છે. સેકટર ૨૧, ૨૪, ૭ અને ઇન્ફોસિટી વિસ્તારમાં રાખડીની દુકાનો પર બહેનોની ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે રાખડીઓમાં ફેન્સી અને રજવાડી રાખડીઓની ખરીદી વધારે થઇ રહી છે.
રક્ષાબંધના નજીક આવતાની સાથે શહેરની દુકાનોમાં અને રેકડીઓમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. જે રાખડીઓ ૧૦ રૂપિયાથી લઇને ૧૫૦ રૂપિયા સુધીના ભાવે વેચાઇ રહી છે. જેમાં ગલગોટા, સાદી રાખડી, ફેન્સી રાખડી, ડાયમંડ રાખડી, કલકત્તી અને બાળકો માટે કાટુર્ન કેરેક્ટરની રાખડીઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. વેપારી મુકેશભાઇ પટ્ટણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાખડીઓના ભાવમાં કોઇ જ ફેરફાર થયો નથી. પરંતુ અવનવી ડિઝાઇન ધરાવતી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. બજારમાં ઠેર ઠેર રાખડીઓના સ્ટોલ લાગ્યા છે. સાંજ પડતાંની સાથે મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ રાખડીઓ ખરીદી કરવા માટે ઉમટી પડે છે. બાળકોમાં કાર્ટુન કેરેકટરની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં છોટા ભીમ, બાલ ગણેશ, ડોરેમોન, મોટુ-પતલુ જેવી રાખડીઓ બજામાં વેચવામાં આવી રહી છે. જેવી અવનવી રાખડી બાળકો પસંદ કરી રહ્યા છે.