બરવાળાની નભોઈ પ્રા.શાળામાં તમાકુ મુક્ત કાર્યક્રમનું આયોજન

1811

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી અને ટી.બી રોગ વિશે લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વર્માનાં માર્ગદર્શનથી આજરોજ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકામાં નભોઈ પ્રાથમિક શાળામાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પટેલ ગોરધનભાઇ અને શિક્ષક  કાર્તિકભાઇ, રાકેશભાઇ, ગીરીશભાઈ, નરેન્દ્રભાઇ તેમજ બરવાળા તાલુકા ટી.બી.વિભાગ નાં સંજયભાઈ રામદેવ અને સોશ્યલ વર્કર ગૌતમભાઈ વંડરા દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

Previous articleગાંધીનગરના ૫૪મા જન્મદિવસની ઉલ્લાસ અને ગૌરવપૂર્ણ ઉજવણી
Next articleદામનગર ગુરૂકુળમાં રૂબેલા રસીકરણ