અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે થોડા સમય પુર્વે થયેલ અતિવૃષ્ટીને લઈને ખેડૂતોને પારાવાર નુકશાની થવા પામી હતી. આ ખેડૂતોને સત્વરે વળતર ચુકવવાની માંગ નાગેશ્રી ગામના ખેડૂતો કરી રહ્યા છે. નાગેશ્રી ગામે થોડા સપ્તાહ પુર્વે ભારે વરસાદ થયો હતો. જેને લઈને નાગેશ્રી ગામને સ્પર્શતા રાયડી ડેમ અવરફલો થતા આ ડેમના પાણી નાગેશ્રી ગામમાં ફરિવળ્યા હતાં. જેના કારણે સેકંડો એકરમાં થયેલ વાવેતર ધોવાઈ જવા પામ્યું હતું. અનેક રોડ-રસ્તા ધોવાઈ જવા પામ્યા છે. નાગેશ્રીથી લુણસાપુર તરફ જવાનો રોડ પાણીમાં ડુબેલો હોય વાહન વ્યવહાર સદંતર બંધ છે. આવી સ્થિતિમાં ખેડૂતોને નુકશાની ચુકવવાની માંગ સાથેનો પત્ર નાગેશ્રી ગામના કનુભાઈ બાલુભાઈ વરૂએ અમરેલી જીલ્લા કલેકટર રાજયના કૃષિમંત્રી સહિતનાઓને પાઠવ્યું છે.