મોરારિબાપુએ ૭ ફૂટ દૂરથી કર્યા સિંહના દર્શન, હાઇકોર્ટમાં અરજીૃ

746
bvn11102017-8.jpg

પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર વિસ્તારમાં જંગલમાં વિહરી રહ્યાં હતા ત્યારે તેમનાથી સાત ફૂટ દૂર એક સાવજ રસ્તા વચ્ચે નિદ્રાધીન અવસ્થામાં હતો. બાપુએ પણ એ ઘડીને નિહાળવા માટે ત્યાં જ આસન જમાવી દીધું હતું અને સિંહને નિદ્રામાં કોઇ વિક્ષેપ ન પડે તેવું કર્યું હતું. જોકે, થોડીવારમાં સિંહને ત્યાંથી તગેડી દેવામાં આવ્યો હતો અને બાદમાં બાપુ પણ પોતાના માર્ગે આગળ વધી ગયા હતા. બાપુ અને સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે મોરારિબાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે. માહિતી અનુસાર પોરબંદરના વકીલ ભનુ ઓડેદરાએ ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં અરજી કરી છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છેકે, કથાકાર મોરારિબાપુએ જૂનાગઢના ગીર અભ્યારણમાં ગેરકાયેદસર સિંહ દર્શન કર્યા છે. બાપુને ગેરકાયેદસર સિંહ દર્શન કરાવનાર વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સિંહને નિહાળ્યો હોવાનો ઉલ્લેખ બાપુએ પોતાની ચાલી રહેલી રામકથા દરમિયાન પણ કર્યો હતો અને કહ્યું હતું કે મારી ઇચ્છા સાવજની નજીક જવાની હતી, પરંતુ મને કોઇએ જવા દીધો નહીં. જો મને જવાની તક મળી હોત તો હું સિંહ પર હાથ ફેરવત. 

Previous articleજેલમાંથી પેરોલ જંપ કરી એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી ઝડપ્યો
Next articleસુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં તા.૧૪મીએ રાજ્યમાં મહિલા ટાઉનહોલ કાર્યક્રમ યોજાશે