બરવાળા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયભાઈ રૂપાણી, મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે શાળાઓમાં બિસ્કીટ અને કેળાનું વિતરણ કરી આગેવાનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મીનાબેન રાણપુર (પ્રમુખ બરવાળા નગરપાલિકા) ભાવસંગભાઈ તલસાણીયા (પ્રમુખ બરવાળા શહેર ભાજપ)કમલેશભાઈ રાઠોડ, જેઠાભાઈ સોલંકી, સુરેશભાઈ બારોટ, રાણાભાઈ સોલંકી સહિતના ભાજપના હોદ્દેદારો આગેવાનો અને ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૨ વર્ષ પૂરા કરી ૬૩માં વર્ષમાં પ્રેવશ કરી રહ્યા છે. ત્યારે બારવાળા શહેર ભાજપ પરિવાર દ્વારા બ્રાંચકન્યા શાળા, મુખ્ય કન્યા શાળા, તાલુકા શાળા તેમજ સરકારી શાળાઓના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને બિસ્કીટના પેકેટ તેમજ કેળાનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મુખ્યમંત્રીનું આરોગ્ય તંદુરસ્ત રહે, દિર્ઘાયુષ્ય મળે તેમજ ગુજરાતની સુખ-શાંતિ અને સમૃધ્ધિ માટે કાર્ય કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.