રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ટુરીઝમને વેગ મળે તેવા હેતુસર રાજ્યનાં દરેક જિલ્લામાં વાઈન શોપની નિયમો મુજબ પરમીશન આપી છે. જેમા સરકાર દ્વારા અનેક કડક નીયમો બનાવવામાં આવ્યા છે. જેવા કે બહારનાં રાજ્યમાં રહેતાં ટુરીસ્ટ તેમનું પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, ચૂંટણીકાર્ડ, અને બેંક પાસબુક સહિતનાં પુરાવા તેમજ બહારનાં રાજ્યમાંથી ગુજરાતમાં આવ્યાની ટ્રેનની ટીકીટ રજુ કરવાની હોય છે અને આ પુરાવાથી ઓનલાઈન પરમીટ કાઢવાની હોય છે. તેમજ પુરાવામાં આધારકાર્ડને બાદ કરવામાં આવ્યુ હોવાં છતાં ભાવનગરના બુધેલ પાસે આવેલ લોડર્સ રીસોર્ટમાં ચાલતુ વાઈનશોપનાં સંચાલકો દ્વારા લાગતા વળગતા લોકો વગ ધરાવતા રાજકીય આગેવાનોને માત્ર આધારકાર્ડ પર ઓફલાઈન પરમીટ કાઢી આપી સરકારના નીયમોને ઐસી તેસી કરી રહ્યા છે તંત્ર દ્વારા વાઈનશોપનાં રેકર્ડ સહિતની ચકચારી કરવામાં આવે તો ઘણુ બહાર આવે.