આગામી તા.૧૪ ઓકટોબરના રોજ ગુજરાત રાજ્યમાં સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં મહિલા ટાઉનહોલ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં એક લાખ ઉપરાંત બહેનો ભાગ લેશે. જ્યારે ભાવનગર ખાતે યશવંતરાય નાટ્યગૃહમાં ૧ હજાર ઉપરાંત બહેનો ટાઉનહોલ કાર્યક્રમ સાથે જોડાઈને સંવાદ કરશે તેમ આજે મેયર નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું.
ભાજપ દ્વારા તા.૧૪ ઓક્ટોબરના રોજ અડીખમ ગુજરાત મહિલા ટાઉનહોલ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી એક લાખ ઉપરાંત મહિલાઓ સાથે સંવાદ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ટીવી ફેસબુક ઉપર કરવામાં આવશે જેના ભાગરૂપે ભાવનગર ખાતે યશવંતરાય નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજાશે અને ૧ હજાર ઉપરાંત બહેનો સુષ્મા સ્વરાજ સાથે સંવાદમાં જોડાશે તેમ આજે મેયર નિમુબેન બાંભણીયા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબેન વ્યાસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.