જૂનાગઢમાં એસટી બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : મુસાફરોને સામાન્ય નાની-મોટી ઈજા

1181

સૌરાષ્ટ્ર પંથકમાં એસટી બસ સાથેના અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં એક અમરેલીમાં બની છે જ્યારે બીજી જૂનાગઢમાં બની છે. જૂનાગઢમાં એસટી બસ અને આઇસર ટ્રક એકબીજા સાથે ધડાકા ભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે ગુરુવારે વહેલી સવારે થયેલા અકસ્માતના પગલે આશરે ૧૫ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ અને સ્થાનિક લોકોએ સ્થિતિને કાબુમાં લીધી હતી.  આઇસર અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે આ ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની પહોંચી નથી. અકસ્માત એટલો ભયાનક હતો કે એસટી બસનો આગળના ભાગના ભૂક્કા બોલાઇ ગયા હતા સાથે સાથે આઇસરના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.

Previous articleહિંડોરણા નજીક અકસ્માત – બેના મોત
Next articleગુજરાતની તમામ બસોમાં લગાવાશે GPS