મસમોટો નશાયુક્ત કોલાના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

756
bvn11102017-2.jpg

તળાજા તાલુકાના રોજીયા ગામે પૂર્વ બાતમી રાહે દાઠા પોલીસે રેડ કરી મસમોટો કોલાનો (નશાયુક્ત) જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તળાજાના રોજીયા ગામે દશરથસિંહ નીરૂભા સરવૈયા નશાયુક્ત કોલાનો ધંધો કરતો હોવાની પૂર્વ બાતમી આધારે દાઠા પોલીસ મથકના પીએસઆઈ સી.વી. ગોસાઈ તથા સ્ટાફે રેડ કરતા દશરથસિંહના કબ્જામાંથી ૪પ બોક્સ એકવાલાઈમ, એકવા લવેન્ડર (કોલા)ના મળી આવ્યા હતા. જેમાં ૧૦૦ મી.લી.ની કુલ ૬૪૮૦ બોટલ હતી. જેની કિ.રૂા.૧૬ર૦૦નો મુદ્દામાલ સાથે દશરથસિંહની ધરપકડ કરી પ્રોહી. સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleબુંટીયાના નાળા પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટલ્લો મારતા મોત
Next articleઘોઘાસર્કલ પાસેની બેકરીમાંથી રોકડ અને સુકામેવાની તસ્કરી