સીઆઈએસએફનાં ગોલ્ડન જ્યુબીલી વર્ષની ઉજવણી નિમિત્તે રૂવા ગામે નાટક

1711

તાઃ૧-૮-૨૦૧૮નાં રોજ રૂવા ગામની પ્રાથમિક શાળામાં સીઆઈએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)ના ૫૦માં વર્ષના (ગોલ્ડન જ્યુબીલી વર્ષ)ના અંતર્ગત એક નુક્કડ નાટકનું આયોજન કરેલ તેમજ બાળકોને સીઆઈએસએફ ફોર્સ વિશે માહિતી પણ આપી તી. સાથે સાથે બાળકોને ભિવિષ્યમાં દેશ સેવાની તક મળે તો એ માટે પણ તૈયાર રહેવુ જોઈએ અને એક ઉમદા નાગરીક બની અને દેશને પુરી દુનિયામાં આગવુ સ્થાન મળી રહે એવી મહેનત આપણે બધાએ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

આ પ્રોગ્રામમાં સીઆઈએસએફના ભાવનગર એરપોર્ટનાં મુખ્ય અધિકારી (કાસો) બ્રિજ મોહનસિંહ તથા ઈન્સ્પેકટર બી.બી.પાટીલ ઈન્સ્પેકટર અતુલકુમાર તેમજ અન્ય સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમૃત્યુના અવસરને ઉત્સવ તરીકે મનાવ્યો
Next articleછ આયુર્વેદિક કોલેજ બેઠક પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજુરી