મૃત્યુના અવસરને ઉત્સવ તરીકે મનાવ્યો

2074

શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ મહાકાળી મંદિરના મહંત ઉપાસક મહેશબાપુ ગુરૂનિરૂબાપુના માતા શિવકુંવરબા ત્રિભોવનદાસ બુધેલીયાનું ૧૦૮ વર્ષની જૈફ વયે અવસાન થતા સદ્‌ગતની ઈચ્છાનુસાર મૃત્યુના અવસરને માતમ તરીકે નહિ પરંતુ મહોત્સવ તરીકે મનાવવામાં આવ્યો હતો જેલગ્રાઉન્ડ ખાતે આવેલ સરકારી વસાહતથી બેન્ડ વાજા અને ભોજન મંડળીના સથવારે અંતિમ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં સણોસરા દાનેવ આશ્રમના પૂ.નિરૂબાપુ સહિત અનેક સંતો મહંતો જોડાયા હતા.

Previous article૩૩ જિલ્લાઓના મહાનગરોમાં ૩૦૦ કરોડના ખર્ચે CCTV લગાવાશેઃ પ્રદીપસિંહ
Next articleસીઆઈએસએફનાં ગોલ્ડન જ્યુબીલી વર્ષની ઉજવણી નિમિત્તે રૂવા ગામે નાટક