સમ્પ અને પમ્પનું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા લોકાપર્ણ

804
bvn11102017-11.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા ચિત્રા જેટકો સબ સ્ટેશનની બાજુમાં બોરતળાવ વિસ્તારની ઈ.એસ.આર.અંડર ગ્રાઉન્ડ સમ્પ તથા પમ્પ હાઉસ રૂા.૪.૮૨ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ. આ ઈ.એસ.આર. અંડર ગ્રાઉન્ડ સમ્પ તથા પમ્પ હાઉસનું લોકાપર્ણ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનાં હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે જણાવેલ કે બોરતળાવના વિસ્તારો જેવા કે, સરીતા સોસાયટી ભાવના સોસાયટી વિગેરે સોસાયટીના વિસ્તારોનાં નગરજનોને હાલ જે પ્રેશરથી પાણી મળતુ હતું તે હવે પ્રેસરમાં વધારો થશે મેયર નિમુબેન બાંભણીયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઈ ધાંધલીયા, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ શાસકપક્ષના દંડક રાજેશભાઈ રાબડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવળ, શહેર પ્રમુખ સનદભાઈ મોદી, કમિશ્નર એમ.આર.કોઠારી, નાયબ કમિશ્નર (એ) હર્ષવર્ધન મોદી, નાયબ કમિશ્નર (જ) જે.એ.રાણા સીટી એન્જીનીયર એસ.જે. ચંદારાણા તથા મહાનુભાવો તથા પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહેલ.

Previous articleઘોઘાસર્કલ પાસેની બેકરીમાંથી રોકડ અને સુકામેવાની તસ્કરી
Next articleજીતુ વાઘાણીને રજૂઆત કરવા ગયેલ આશાવર્કરોની અટકાયત