ગુમ થયેલ બે બાળકોને શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ

1332

અમરેલી જિલ્લામાં હાલ ગુમ થયેલ બાળકોને શોધવા માટેની ખાસ ડ્રાઈવ રાખી રાખી શોધી કાઢવા માટે એસ.પી. નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપી એમ.બી. દેસાઈના માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પોસઈ એચ.એચ. સેગલીયા, જી.પી. જાડેજા તથા પો.સ્ટાફના જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ ચૌહાણ, સીકંદરભાઈ સૈયદ, નિરજભાઈ વાઘેલા, ચિત્તલ ઓ.પી.ના મુળજીભાઈ ચુડાસમા, કિશનભાઈ સોલંકી, કિરીટભાઈ મકવાણા તથા વિરેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે સ્ટાફના માણસો સાથે મળી ર૦૧૪માં ગુમ થયેલ બાળક કૃણાલ અતુલભાઈ ધનજીભાઈ ડાબસરા ઉ.વ.૩ રહે.ચિત્તલ તેમજ ર૦૧૬માં ગુમ થયેલ બાળક ધાર્મિક નરેશપુરી રેવાપરી ગોસાઈ ઉ.વ.દોઢ રહે.ચિત્તલવાળા બન્ને બાળકોને આજરોજ તા.૩-૮-ર૦૧૮ના અમરેલી તાલુકા પોલીસે ચિત્તલ ખાતેથી હકિકત આધારે શોધી કાઢેલ અને તેઓના વાલીને પરત સોંપી આપેલ છે.

Previous articleઘોઘા પોલીસ મથકમાં વૃક્ષારોપણ
Next articleએક શામ રફી કે નામ સિહોરમાં કાર્યક્રમ યોજાયો