રાજુલા-જાફરાબાદના જીવાદોરી સમાન ધાતરવડી ૧ ડેમમાં ઉંચાઈ વધારવા માંગણી ઉઠવા પામી છે. આ બાબતે ભાજપના આગેવાનોએ રજૂઆત કરી છે.
રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ યુવા ભાજપના સાગરભાઈ સરવૈયા, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ સહિતના ભાજપના આગેવાનોએ પાણી પુરવઠા મંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતનાને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, રાજુલાનો ધાતરવડી ડેમ ૧ રાજુલા અને જાફરાબાદ શહેરને પાણી પુરૂ પડે છે. ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે. અહીં આ ડેમની ઉંચાઈ વધારવા માટેની તાતી જરૂરીયાત છે. વળી જાફરાબાદ શહેરમાં વસ્તીના ધોરણે હવે પાણીની જરૂરીયાત વધી છે. આથી પાણીનો સંગ્રહ વધારવો જરૂરી છે આથી આ ડેમની ઉંચાઈ વધારવી જરૂરી છે. તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા ભાજપના આગેવાનોએ રજૂઆત કરી છે. વધુમાં રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે ડીવાયએસપી કચેરીની તાતી જરૂરીયાત છે જે અગાઉ મંજુર થઈ ચુકેલ છે તો કચેરી કાર્યરત કરવા રજૂઆત કરવામાં આવી છે.